News Portal...

Breaking News :

હનુરામ સ્વીટ્સની ફરાળી પેટીસમાં નીકળ્યો વાયર, સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી ઉત્તેજના

2025-03-02 10:17:01
હનુરામ સ્વીટ્સની ફરાળી પેટીસમાં નીકળ્યો વાયર, સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી ઉત્તેજના


વડોદરામાં સ્વીટ્સ શોપ હનુરામ ફૂડ્સ ની ફરાળી પેટીસમાંથી વાયર નીકળતા ગ્રાહક રોષે ભરાયા છે. ગ્રાહકે આ ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. 


મળી રહેલી માહિતી મુજબ હનુરામ ફૂડ્સના ચકલી સર્કલ સ્થિત આઉટ લેટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે. આ વાયર ભૂલથી ગ્રાહકના પેટમાં જતો રહ્યો હોત તો મોટી મુશ્કેલી સર્જાઇ હોત. વડોદરામાં મીઠઇ-ફરસાણ શોપ અને રેસ્ટોરેન્ટ સંચાલકો દ્વારા ગ્રાહકના સ્વાસ્થ્ય જોડે ચેડાં કરવાનો સિલસિલો ચાલુ છે. પાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા આવા કિસ્સાઓમાં કોઇ નક્કર કાર્યવાહીના અભાવે આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. વડોદરાની જાણીતી હનુરામ ફૂડ્સ તહેવારો ટાણે મીઠાઇ વેચવામાં અવ્વલ છે. તેના ચકલી સર્કલ સ્થિત આઉટલેટમાં ગ્રાહકે ફરાળી પેટીસનો ઓર્ડર કર્યો હતો. 


આ પેટીસ ખાતી વખતે ગ્રાહકના મોંઢામાં વાયરનો ટુકડો આવ્યો હતો. જે જોતા જ ગ્રાહક રોષે ભરાયા હતા. અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં પ્લેટમાં ફરાળી પેટીસ અને અન્ય પ્લેટમાં વાયરનો ટુકડો જોઇ શકાય છે. દરમિયાન હનુરામનું કાઉન્ટર પણ નજરે પડી રહ્યું છે. જેમાં મહિલા ગ્રાહક પોતાનો કડવો અનુભવ શેર કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા મારફતે સામે આવ્યા પાલિકાનું તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. શહેરમાં આ પ્રકારના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે, પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે આ સિલસિલો ચાલતો જ રહે છે. લોકોનું કહેવું છે કે, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તેવા કડક પગલાં પાલિકાના તંત્રએ લેવા જોઇએ. નહીં તો આ સિલસિલો અટકાવવો મુશ્કેલ છે. અને બિંદાસ્ત આ પ્રમાણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા રહેશે.

Reporter: admin

Related Post