પાલિકાની સ્થાયી સમિતિની આગામી બેઠક માટે રજૂ કરવામાં આવેલા 27 મુદ્દાઓના એજન્ડાએ તંત્રની પોલ ખોલી નાખી છે. નવો ટેન્ડર કઢાવી પારદર્શક પ્રક્રિયા હાથ ધરવાને બદલે જૂના જ કોન્ટ્રાક્ટરોની નાણાકીય મર્યાદા વધારી આપવી અને સમયમર્યાદા લંબાવી આપવી એ વડોદરા મહાનગરપાલિકાનો કાયમી સિરસ્તો બની ગયો હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે અધિકારીઓ અને માનીતા ઇજારદારો વચ્ચે વહેંચાઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થયેલા 27 એજન્ડા આઇટમ્સમાં પાણી પુરવઠા, રોડ પ્રોજેક્ટ, ડ્રેનેજ અને પાર્ક્સ એન્ડ ગાર્ડન જેવા વિભાગોના કામોનો સમાવેશ થાય છે. આ તમામ 27 મુદ્દાઓની વિગતવાર તપાસ કરતાં જે સત્ય સામે આવ્યું છે તે અત્યંત ચોંકાવનારું છે.
વોર્ડ નં. 4 (પૂર્વ ઝોન)માં પાણીની નલિકા નિભાવણી માટે મે. રિયા એન્ટરપ્રાઇઝનો રૂ. 90 લાખનો કોન્ટ્રાક્ટ વધારીને રૂ. 130 લાખ કરવાનો અને નવો ઇજારો ન થાય ત્યાં સુધી સમય લંબાવવાનો પ્રસ્તાવ છે. વોર્ડ નં. 6 (પૂર્વ ઝોન)માં પાણીની નલિકા નિભાવણી માટે મે. રિયા એન્ટરપ્રાઇઝનો રૂ. 70 લાખનો ઇજારો વધારીને રૂ. 110 લાખ કરી મુદત વધારવાની ભલામણ કરાઈ છે. વોર્ડ નં. 7 (ઉત્તર ઝોન)માં પાણીની લાઇન નિભાવણીનો 2026-27નો નવો ઇજારો રૂ. 60 લાખની મર્યાદામાં મે. શિવ કન્સ્ટ્રક્શનને અંદાજ કરતાં 4.61 ટકા ઓછા ભાવે આપવાની ભલામણ કરાઈ છે.
વોર્ડ નં. 8 (એચ) (પશ્ચિમ ઝોન)માં પાણીની નલિકા નિભાવણી માટે મે. જગદીશ આર. પટેલનો રૂ. 75 લાખનો ઇજારો વધારીને રૂ. 115 લાખ કરવાનો પ્રસ્તાવ કરાયો છે. વોર્ડ નં. 9 (આઇ) (પશ્ચિમ ઝોન)માં પાણીની નલિકા નિભાવણી માટે મે. જગદીશ આર. પટેલનો રૂ. 155 લાખનો ઇજારો વધારીને રૂ. 170 લાખ કરી 3 માસ કે નવો કોન્ટ્રાક્ટ ન થાય ત્યાં સુધી લંબાવવાની ભલામણ કરાઈ છે. વોર્ડ નં. 10 (જે) (પશ્ચિમ ઝોન)માં પાણીની નલિકા નિભાવણી માટે મે. ખુશી એન્ટરપ્રાઇઝનો રૂ. 75 લાખનો ઇજારો વધારીને રૂ. 105 લાખ કરવાનો પ્રસ્તાવ કરાયો છે.

વોર્ડ નં. 11 (કે) (પશ્ચિમ ઝોન)માં પાણીની નલિકા નિભાવણી માટે મે. ખુશી એન્ટરપ્રાઇઝનો ઇજારો રૂ. 75 લાખથી વધારીને રૂ. 120 લાખ કરવાની દરખાસ્ત છે. વોર્ડ નં. 12 (એલ) (પશ્ચિમ ઝોન)માં પાણીની નલિકા નિભાવણી માટે મે. કે.એલ. કન્સ્ટ્રક્શનનો ઇજારો રૂ. 75 લાખથી વધારીને રૂ. 90 લાખ કરવાની દરખાસ્ત કરાઈ છે. GACLમાંથી ક્લોરીન ટોનર/સિલિન્ડર પરિવહન માટે મે. શ્રી સિદ્ધિવિનાયક કાર્ટિંગ કંપનીને અંદાજ કરતાં 5 ટકા ઓછા ભાવે રૂ. 20 લાખનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ કરાઈ છે.
ઉપરાંત, પશ્ચિમ ઝોનમાં માનવદિનમાં ઓપરેટરો/મજૂરો માટે વાઇટલ ફેસેલિટીઝનો રૂ. 140 લાખનો કોન્ટ્રાક્ટ મંજૂર કરવો તથા 23-06-2026 પછી ચૂકવાયેલા બિલ સરભર કરવાની ભલામણની સાથે પૂર્વ ઝોન વોર્ડ-14માં છોટુ મધુકર પાટીલનો પાણીની પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ રૂ. 25 લાખ વધારી સમયમર્યાદા લંબાવવાનો પ્રસ્તાવ છે.
આ સાથે દક્ષિણ ઝોનમાં કાચા રસ્તા પાકા કરવા માટે મે. ડગલી એસોસિએટ્સની નાણાકીય મર્યાદા રૂ. 8.50 કરોડથી વધારી રૂ. 9.50 કરોડ કરવાની ભલામણ છે. પશ્ચિમ ઝોનમાં કાચા રસ્તા પાકા કરવા મે. સ્નેહલ કન્સ્ટ્રક્શનની મર્યાદા રૂ. 7.50 કરોડથી વધારી રૂ. 9.50 કરોડ કરી 3 માસ લંબાવવાની દરખાસ્ત કરાઈ છે.
ઉત્તર ઝોનમાં પેવર બ્લોક પેવિંગ માટે મે. ડી.વી. પટેલના વાર્ષિક ઇજારાની સમયમર્યાદા 3 માસ વધારવાની દરખાસ્ત છે. દક્ષિણ ઝોનમાં પેવર બ્લોકથી પેવિંગ માટે મે. મહાલક્ષ્મી કન્સ્ટ્રક્શનનો રૂ. 6 કરોડનો કોન્ટ્રાક્ટ વધારીને રૂ. 7 કરોડ કરવાનો પ્રસ્તાવ છે. ઉત્તર ઝોન પેવર બ્લોકમાં મે. શ્રીજી ડેવલપર્સનો રૂ. 11 કરોડનો ઇજારો વધારીને રૂ. 13 કરોડ કરી 3 માસ લંબાવવાની ભલામણ કરાઈ છે.
પશ્ચિમ ઝોનમાં ડિવાઇડર, ફૂટપાથ અને સર્કલને વ્હાઇટ વોશ કરવા મે. રોનક એલ. પંચાલની મર્યાદા રૂ. 1 કરોડથી વધારીને રૂ. 1.50 કરોડ કરવાની દરખાસ્ત છે. દક્ષિણ ઝોનમાં વ્હાઇટ વોશ અને પેઇન્ટ માટે મે. રોનક એલ. પંચાલનો રૂ. 50 લાખનો ઇજારો વધારીને રૂ. 75 લાખ કરી 3 માસ લંબાવવાનો પ્રસ્તાવ કરાયો છે. ઉત્તર ઝોનમાં વ્હાઇટ વોશ માટે મે. ચામુંડા એસોસિએટ્સની મર્યાદા રૂ. 50 લાખથી સીધી બમણી એટલે કે રૂ. 1 કરોડ કરવાની ભલામણ કરાઈ છે.
પશ્ચિમ ઝોન રોડ રિસીકોટ, લિક્વિડ રિસીકોટ માટે મે. રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂ. 15 કરોડના ઇજારાની સમયમર્યાદા 3 માસ લંબાવવાની ભલામણ કરવામાં આવી છે. ઉત્તર ઝોન રોડ રિસીકોટ કામગીરી માટે મે. રાજ કન્સ્ટ્રક્શનના રૂ. 13 કરોડના કોન્ટ્રાક્ટની મુદત પણ 3 માસ વધારવાનો પ્રસ્તાવ છે.
પૂર્વ ઝોન મટીરીયલ સપ્લાય માટે પીળી માટી, મરૂમ, સ્ટોન ડસ્ટ સપ્લાય માટે મે. મહાલક્ષ્મી કન્સ્ટ્રક્શનના રૂ. 2 કરોડના ઇજારાની સમયમર્યાદા 3 માસ વધારવાની દરખાસ્ત કરાઈ છે. ઉત્તર ઝોનમાં ખાડા પેચવર્ક માટે મે. રાજ કન્સ્ટ્રક્શનને અંદાજિત SOR ભાવ કરતાં 17 ટકા વધુ ભાવે રૂ. 5 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની ભલામણ કરાઈ છે.
દક્ષિણ ઝોનમાં ખાડા પેચવર્ક માટે મે. પી.ડી. કન્સ્ટ્રક્શનને 17 ટકા વધુ ભાવે રૂ. 5 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની પેરવી કરાઈ છે. પૂર્વ ઝોનમાં ખાડા પેચવર્ક માટે મે. ગાયત્રી કન્સ્ટ્રક્શનને 17 ટકા વધુ ભાવે રૂ. 5 કરોડનો કોન્ટ્રાક્ટ આપવા ભલામણ કરાઈ છે. પશ્ચિમ ઝોનમાં ખાડા પેચવર્ક કામગીરી માટે મે. રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ. 7.50 કરોડનો કોન્ટ્રાક્ટ ફાળવવાની દરખાસ્ત કરાઈ છે.
આ સાથે વૃક્ષારોપણ માટે ટ્રી-ગાર્ડ ખરીદવા મે. પાવન એન્ટરપ્રાઇઝના 12.21 ટકા ઓછા ભાવ મંજૂર કરવા અને સંસદ/ધારાસભ્ય/કોર્પોરેટર ગ્રાન્ટમાંથી પણ આ જ ભાવે ખરીદી કરવાની છૂટ આપવાની દરખાસ્ત કરાઈ છે.

જૂના કોન્ટ્રાક્ટરોને જ કરોડો રૂપિયાના વધારાના કામો
વડોદરા મહાનગરપાલિકાના વહીવટમાં પારદર્શિતાના ધજાગરા ઉડાવતી નીતિ સામે આવી છે. સ્થાયી સમિતિના 27 મુદ્દાના એજન્ડા પર નજર નાખતાં જ સ્પષ્ટ થાય છે કે, પાલિકાના અધિકારીઓ નવા ટેન્ડર બહાર પાડી મુક્ત સ્પર્ધા યોજવાને બદલે જૂના કોન્ટ્રાક્ટરોને જ કરોડો રૂપિયાના વધારાના કામો આપી રહ્યા છે.
પાણી પુરવઠા અને રોડ પ્રોજેક્ટ શાખામાં અગાઉ મંજૂર થયેલી મર્યાદા કરતાં લાખો અને કરોડો રૂપિયાનો વધારો (બજેટ એન્હાન્સમેન્ટ) મંજૂર કરી દેવાયો છે. વહીવટી વોર્ડ નં. 4, 6, 8, 9, 10, 11 અને 12માં પાણીની લાઇન નિભાવણીના નામે જૂના ઇજારદારોને જ નાણાકીય મર્યાદા વધારીને લહાણી કરવામાં આવી રહી છે.
નવો કોન્ટ્રાક્ટ મંજૂર ન થાય ત્યાં સુધી સમયમર્યાદા લંબાવી આપવાના બહાના હેઠળ મુદત વધારી આપીને ચોક્કસ ઇજારદારોને જ આર્થિક લાભ પહોંચાડવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોય તેમ જણાય છે.

Reporter: admin