News Portal...

Breaking News :

બેલ્જિયમમાં ઘરની દીવાલમાંથી નીકળ્યો સોનાનો ખજાનો, મજૂરોને મળ્યા સિક્કા અને ગોલ્ડ બાર; કિંમત આશરે 100 કરોડ

2026-08-15 16:27:28
બેલ્જિયમમાં ઘરની દીવાલમાંથી નીકળ્યો સોનાનો ખજાનો, મજૂરોને મળ્યા સિક્કા અને ગોલ્ડ બાર; કિંમત આશરે 100 કરોડ

બ્રસેલ્સ: બેલ્જિયમના ઈસ્ટ ફ્લેન્ડર્સમાં એક જૂના મકાનના સમારકામ દરમિયાન મજૂરોને દીવાલની અંદરથી સોનાની લગડીઓ અને મોટી સંખ્યામાં સોનાના સિક્કા મળી આવ્યા હતા. મળેલા ખજાનાની કિંમત આશરે 9 મિલિયન યુરો એટલે કે લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, મકાનમાં નવી ગટર લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. મજૂરો જ્યારે મકાનના પાયા અને દીવાલમાં ડ્રિલિંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક અંદરથી સોનાના સિક્કા દેખાવા લાગ્યા. શરૂઆતમાં 18 વર્ષીય કોબેને લાગ્યું કે આ સામાન્ય 1 યુરોના સિક્કા હશે, પરંતુ થોડા સમય બાદ સોનાની લગડી નજરે પડતાં મજૂરોને અંદાજ આવ્યો કે તેમને મોટો ખજાનો મળી ગયો છે.

મજૂરોને સ્થળ પરથી મોટી સંખ્યામાં સોનાના સિક્કા અને ગોલ્ડ બાર મળ્યા હતા. ખજાનાની માત્રા એટલી વધારે હતી કે તેને પોતાની પાસે રાખવું પણ મુશ્કેલ હતું. સાઇટ મેનેજર મારિયોએ જણાવ્યું કે આ ખજાનો પોતાની પાસે રાખવો એટલે ચોરી ગણાય, તેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ખાસ વાત એ છે કે આ ખજાનો શોધનારાઓમાં 18 વર્ષીય વિદ્યાર્થી કોબે પણ સામેલ હતો, જે ત્યાં સમર જોબ કરી રહ્યો હતો. કોબેએ જણાવ્યું કે ખજાનો મળ્યા બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયા અવિશ્વાસ અને આશ્ચર્યની હતી.

મજૂરોએ સંપૂર્ણ ખજાનો પોલીસને સોંપી દીધો છે. હવે પોલીસ અને સંબંધિત અધિકારીઓ એ તપાસ કરી રહ્યા છે કે આટલું સોનું મકાનની દીવાલમાં કોણે અને ક્યારે છુપાવ્યું હતું. સાથે જ ખજાનાની વાસ્તવિક કિંમત અને તેના કાયદેસરના માલિકની ઓળખ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post