વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા શ્રી વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલીબાગ ખાતે આજે ભગવાન શ્રી વેંકટેશ બાલાજીના પાવન પાનના હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભગવાન શ્રી વેંકટેશ બાલાજીને આકર્ષક રીતે પાનના હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક હિંડોળા દર્શનનો લાભ લીધો હતો.
હિંડોળા દર્શન દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવ્યા હતા.
॥ શ્રી વેંકટેશ બાલાજી મહારાજ કી જય ॥
Reporter: admin







