વડોદરા શહેરમાં વીજ વ્યવસ્થાને વધુ સુદૃઢ અને સુરક્ષિત બનાવવા માટે સયાજીગંજ વિધાનસભા સહિત સમગ્ર શહેરમાં અંદાજિત રૂ. 2000 કરોડથી વધુના ખર્ચે LT અને HT લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કરોળિયા ખાતે ગુજરાત સરકારની DISS યોજના અંતર્ગત અંદાજિત રૂ. 2.76 કરોડના ખર્ચે હાઈ ટેન્શન લાઈન અંડરગ્રાઉન્ડ કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર ગીતાબેન મકવાણા સહિત પદાધિકારીઓ, કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં આવેલા ગોરવા ખાતે અંદાજિત રૂ. 33 લાખના ખર્ચે નવીન સરકારી આયુર્વેદ તથા હોમિયોપેથી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ હોસ્પિટલના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
Reporter: admin







