વડોદરા: સ્વતંત્રતા દિવસના અનુસંધાને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં ટ્રાફિક જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ પશ્ચિમ ઝોન, ટ્રાફિક વોલન્ટિયર એન્ડ સેફ્ટી ફાઉન્ડેશન (TRSF) તથા રિક્ષા યુનિયનના સંકલનથી યોજાયેલા આ અભિયાનમાં આશરે 150 જેટલા રિક્ષાચાલકો જોડાયા હતા.

અભિયાન અંતર્ગત શહેરમાં દોડતી ઓટોરિક્ષાઓની પાછળ ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી અંગેના સંદેશા આપતા બેનરો લગાવવામાં આવ્યા હતા. રિક્ષાઓ પર લગાવવામાં આવેલા બેનરો મારફતે “હેલ્મેટ પહેરો”, “સીટ બેલ્ટનો ઉપયોગ કરો”, “વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરો”, “ટ્રાફિક સિગ્નલનું પાલન કરો”, “નશાની હાલતમાં વાહન ન ચલાવો” તથા “ગતિ મર્યાદાનું પાલન કરો” જેવા મહત્વપૂર્ણ સંદેશા નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
ટ્રાફિક જાગૃતિના આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરના વાહનચાલકો અને નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો હતો. રિક્ષાચાલકોએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ અન્ય લોકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે માર્ગ સલામતીની જવાબદારી પણ નિભાવીએ અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોતાનું તેમજ અન્ય નાગરિકોનું જીવન સુરક્ષિત બનાવીએ.
“નિયમોનું પાલન કરો – એ જ સુરક્ષિત જીવનની સાચી ઓળખ.”
“નિયમોનું પાલન કરો – એ જ સુરક્ષિત જીવનની સાચી ઓળખ.”
Reporter: admin







