કૃણાલ ચાર રસ્તા નજીકનું ગેર કાયદેસર દબાણ પર ફેરવ્યું બુલડોઝર

કૃણાલ ચાર રસ્તા નજીક વિસ્તાર માં કપડાં,શાકભાજી અને ખાણીપાણીની દુકાનો અને શેડ બનાવવામાં આવ્યા છે. કોઈપણ જાતની પરવાનગી વિના ઉભા કરવામાં આવેલા શેડ, દુકાનોના 100 કરતા વધુ દબાણોનો રાફડો ફાટ્યો હતો.

ગેરકાયદેસર દબાણોમાંથી સામાન ખસેડી લેવા માટે પાલિકા તંત્ર દ્વારા મુદ્દત આપવામાં આવી હતી ,આ મુદ્દત પુરી થતા જ પાલિકા તંત્ર એ પોલીસને સાથે રાખી દબાણો તોડવાની કાર્યવાહી કરી હતી.કૃનાલ ચાર રસ્તા નજીક ધમ ધમતું કૃણાલ માર્કેટ હતું,દુકાનદારો પાસે થી હપ્તા ખોરીની વાત પણ થતી હતી.




Reporter: admin