વડોદરા: શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે ત્યારે મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માણેજા ગાર્ડન નજીક સંતોષી માતા મંદિર સામેની ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમી રહેલા 10 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે માણેજા ગાર્ડન પાસે કેટલાક લોકો જાહેરમાં પત્તા વડે જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 10 લોકોને ઝડપી લીધા હતા.
પોલીસની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી અંગઝડતીના રૂ.6,700 અને જમીન દાવના રૂ.5,000 મળી કુલ રૂ.11,700 રોકડા, 52 પાનાના પત્તા તેમજ રૂ.45,000ની કિંમતના 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ.56,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પકડાયેલા આરોપીઓની વિગતો:
૧. અક્ષય રમેશભાઈ પાટણવાડીયા (ઉ.વ. ૨૯, રહે. માણેજા ગામ, વડોદરા)
૨. નરેશ કાલીદાસ પરમાર (ઉ.વ. ૩૮, રહે. માણેજા વુડાના મકાન, વડોદરા)
૩. અર્જુનભાઈ શૈલેષભાઈ પઢીયાર (ઉ.વ. ૩૭, રહે. માણેજા ગામ, વડોદરા)
૪. સંદીપ સહદેવભાઈ પઢીયાર (ઉ.વ. ૩૨, રહે. માણેજા ગામ, વડોદરા)
૫. વિજયભાઈ મગનભાઈ ઠાકોર (ઉ.વ. ૪૮, રહે. માણેજા ગામ, વડોદરા)
૬. મિલન નવીનભાઈ પટેલ (ઉ.વ. ૩૪, રહે. આશુતોષ ટાવર, માણેજા, વડોદરા)
૭. પિયુષકુમાર વિનોદભાઈ પાટણવાડીયા (ઉ.વ. ૩૭, રહે. માણેજા ગામ, વડોદરા)
૮. શૈલેષભાઈ અરવિંદભાઈ પરમાર (ઉ.વ. ૨૬, રહે. માણેજા ગામ, વડોદરા)
૯. સાગર પ્રવીણભાઈ ઠાકોર (ઉ.વ. ૨૯, રહે. વલ્લભ નગર, માણેજા, વડોદરા)
૧૦. વિક્રમ ઉર્ફે કાંચો માનબહાદુર ખત્રી (ઉ.વ. ૨૬, રહે. શ્રીરામ નગર, માણેજા, વડોદરા)
Reporter: admin







