News Portal...

Breaking News :

વડોદરામાં વધુ એક અકસ્માત: લાલબાગ બ્રિજ પર VMCના ટ્રેક્ટર સાથે કાર અથડાઈ

2026-08-13 11:16:56
વડોદરામાં વધુ એક અકસ્માત: લાલબાગ બ્રિજ પર VMCના ટ્રેક્ટર સાથે કાર અથડાઈ

વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. લાલબાગ બ્રિજ પરથી ઉતરી અવધૂત ફાટક તરફ જઈ રહેલી કાર VMCના ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ફસાઈ ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.

પ્રાથમિક માહિતી મુજબ VMCનું ટ્રેક્ટર લાલબાગ બ્રિજ પરથી નીચે ઉતર્યા બાદ ટર્ન લઈ રહ્યું હતું. તે દરમિયાન બ્રિજ પરથી નીચે આવી રહેલી કાર ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અકસ્માત બાદ લોકટોળા ઉમટ્યા

અકસ્મતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી.

કારચાલક નશાની હાલતમાં હોવાની પ્રાથમિક માહિતી

અકસ્મત બાદ પ્રાથમિક તપાસમાં કારચાલક નશાની હાલતમાં હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઈ શકશે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતના કારણો અને કોની બેદરકારી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Reporter: admin

Related Post