વડોદરા. બાજવા-કરચિયા રોડ પર SOGએ મોટી કાર્યવાહી કરીને એક મકાનમાંથી 18.280 ગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે હેરોઇન સાથે જગદીપસિંહ ઉર્ફે દીપની ધરપકડ કરી છે. ઝડપાયેલા હેરોઇનની કિંમત આશરે રૂ. 3.64 લાખ હોવાનું જણાવાયું છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી અમૃતસરના એક શખ્સ પાસેથી હેરોઇનનો જથ્થો લાવ્યો હતો અને ગ્રાહકોને છૂટક હેરોઇન વેચતો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે હેરોઇન ઉપરાંત મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 4.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
SOGએ આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હવે હેરોઇનના સપ્લાયરની ઓળખ કરી તેને ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.
Reporter: admin







