વડોદરા શહેરમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા.

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. શ્રાવણ માસ ભગવાન શિવજીને અતિપ્રિય માનવામાં આવે છે. આ સમગ્ર માસ દરમિયાન ભક્તો ભગવાન શિવજીની વિશેષ પૂજા-અર્ચના, રુદ્રાભિષેક અને શિવલિંગ પર બિલિપત્ર અર્પણ કરે છે.

કુબેરેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોએ ભગવાન શિવજીને બિલિપત્ર, દૂધ અને પંચામૃતથી અભિષેક કરી પૂજા-અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં ભક્તોના માનવ મહેરામણ વચ્ચે ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન કરી જળાભિષેક અને પૂજા-અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.



Reporter:







