26 વર્ષીય બી.કોમ. ગ્રેજ્યુએટ ધન્વિને વર્ષ 2012-13માં ખો-ખોની શરૂઆત કરી હતી. પ્રો મણેકરાવ વ્યાયામ શાળાથી રમતની શરૂઆત કરનાર ધન્વિને અત્યાર સુધીમાં આશરે 15 રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે.

વર્ષ 2019માં સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ધન્વિને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત SGFIમાં સિલ્વર અને ખેલો ઈન્ડિયામાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. તેઓ પાંચ વર્ષ સુધી એમ.એસ. યુનિવર્સિટી માટે રમ્યા અને ત્રણ વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યું. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા ધન્વિને શરૂઆતમાં લંગડી રમત રમતા હતા.

કોચની સલાહ બાદ તેમણે ખો-ખો તરફ વળીને પોતાની કારકિર્દી બનાવી. રમતને વધુ સારી બનાવવા માટે તેઓ અગાઉ દરરોજ લગભગ આઠ કલાક પ્રેક્ટિસ કરતા હતા. આજે આ સિદ્ધિ હાંસિલ કર્યા બાદ ઘણું ગર્વ અનુભવ કર્યો.



Reporter: admin







