શિવભક્તિ અને ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસ નિમિત્તે વડોદરાના શેરખી ખાતે આવેલા ગાયત્રી આશ્રમમાં શ્રવણ નિલય સેવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી હર્ષદબાપાના દિવ્ય સાનિધ્યમાં મહાદેવની વિશેષ આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.

13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન ગાયત્રી આશ્રમ ખાતે દરરોજ શિવ પાર્થેશ્વર પૂજન, રુદ્રાભિષેક, મંત્રજાપ, બિલ્વપત્ર અને પુષ્પ પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

શ્રાવણ માસ દરમિયાન ગાયત્રી આશ્રમ ખાતે ભક્તિમય વાતાવરણ વચ્ચે શિવભક્તો મહાદેવની આરાધના કરી શકશે. આયોજકો દ્વારા શિવભક્તોને પરિવાર સાથે ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ નમાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Reporter: admin







