વડોદરા શહેરમાં સતત પડી રહેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવા સામે ફરી સવાલો ઊભા કર્યા છે. શહેરના જેતલપુર ગરનાળા વિસ્તારમાં રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તા પર પડેલા ઊંડા ખાડાઓ દેખાતા નથી, જેના કારણે વાહનો ખાડામાં પટકાતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જેતલપુર ગરનાળામાં વાહનો ખાડાઓ અને ઉબડખાબડ રસ્તાના કારણે હલતા-ડોલતા જોવા મળતા લોકો દ્વારા તેને કટાક્ષભરી ભાષામાં 'ડિસ્કો ડાન્સ કરતી ગાડીઓ' ગણાવવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં રસ્તાની હાલત કથળી જાય છે. અનેક સ્થળોએ ખાડા અને ભુવા પડી જતાં વાહનચાલકોના જીવનું જોખમ વધી ગયું છે.
Reporter: admin







