News Portal...

Breaking News :

અટલાદરામાં મગરના બચ્ચાથી ફફડાટ, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે પકડ્યું

2026-07-27 12:37:15
અટલાદરામાં મગરના બચ્ચાથી ફફડાટ, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે પકડ્યું

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા ખિસકોલી સર્કલ નજીક વુડા મકાનો પાસે મગરનું બચ્ચું દેખાતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંતોષી નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા સ્થળે અંદાજે 3 થી 4 ફૂટ લાંબું મગરનું બચ્ચું નજરે પડ્યું હતું.

મગર દેખાતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને વિસ્તારમાં વધુ મોટો મગર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિકોએ તાત્કાલિક જાણ કરતા ‘સાંઈ દ્વારકા ચેરીટેબલ ટ્રસ્ટ’ની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ મગરના બચ્ચાને કોઈપણ ઇજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી લીધું હતું. બાદમાં મગરના બચ્ચાને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.

વન વિભાગ દ્વારા નિયમ મુજબ મગરના બચ્ચા અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઘટનાને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Reporter: admin

Related Post