News Portal...

Breaking News :

પદ છોડ્યા બાદ પ્રથમ વખત ઓડિશા પહોંચ્યા ધર્મેન્દ્ર પ્રધાન, ભુવનેશ્વર એરપોર્ટ પર સમર્થકોની ભારે ભીડ

2026-07-28 16:45:32
પદ છોડ્યા બાદ પ્રથમ વખત ઓડિશા પહોંચ્યા ધર્મેન્દ્ર પ્રધાન, ભુવનેશ્વર એરપોર્ટ પર સમર્થકોની ભારે ભીડ

ભુવનેશ્વર: કેન્દ્ર સરકારમાં પદ છોડ્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાન પ્રથમ વખત પોતાના ગૃહ રાજ્ય ઓડિશા પહોંચ્યા હતા. ભુવનેશ્વરના બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમના આગમન સમયે ભાજપના કાર્યકરો અને સમર્થકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

એરપોર્ટ પર ધર્મેન્દ્ર પ્રધાનનું ફૂલહાર પહેરાવી અને સૂત્રોચ્ચારો વચ્ચે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ તેમનું અભિવાદન કરી સમર્થન વ્યક્ત કર્યું હતું.

ધર્મેન્દ્ર પ્રધાનના આગમનને લઈને એરપોર્ટ અને આસપાસના વિસ્તારમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમના સ્વાગતના દૃશ્યો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયા હતા.

રાજકીય વર્તુળોમાં ધર્મેન્દ્ર પ્રધાનના આ પ્રવાસને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં તેઓ પક્ષના કાર્યકરો સાથે બેઠક કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post