વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત આજે 14 ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારી આ યાત્રા સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન નવલખી ગ્રાઉન્ડથી શરૂ થઈ કીર્તિસ્તંભ, ખંડેરાવ માર્કેટ, ભગતસિંહ ચોક, સુરસાગર તળાવ થઈ ગાંધીનગર ગૃહ સુધી પહોંચશે.

આશરે 2 કિલોમીટરના રૂટને 30થી 40 હજાર રાષ્ટ્રધ્વજથી શણગારવામાં આવ્યો છે. યાત્રામાં બાળકો, યુવાનો, NCC કેડેટ્સ, વિવિધ સંસ્થાઓ અને પૂર્વ સૈનિકો સહિત 50 હજારથી વધુ નાગરિકો જોડાય તેવી શક્યતા છે.
કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત શહેરના અગ્રણીઓ હાજર રહેશે. યાત્રા દરમિયાન પોલીસના બાઇક સ્ટંટ, ફાયર બ્રિગેડ પરેડ અને સ્કેટિંગ સહિતના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બનશે. યાત્રાની તૈયારીઓની સમીક્ષા માટે મ્યુનિસિપલ કમિશનરે નવલખી ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.
Reporter: admin







