News Portal...

Breaking News :

GMERS હોસ્પિટલમાં બેદરકારીનો પર્દાફાશ, દર્દીને ખસેડતું ટ્રેચર રસ્તામાં જ તૂટ્યું

2026-07-27 13:16:13
GMERS હોસ્પિટલમાં બેદરકારીનો પર્દાફાશ, દર્દીને ખસેડતું ટ્રેચર રસ્તામાં જ તૂટ્યું

વડોદરા શહેરની ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ કરતા દર્દીઓ અને તેમના પરિજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ, દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ઉપયોગમાં લેવાતું ટ્રેચર અચાનક તૂટી પડ્યું હતું. ચાલુ સ્થિતિમાં વ્હીલ પાસે ટ્રેચર તૂટી જતા દર્દી અને તેમના સગાંઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ટ્રેચરની ખરાબ હાલતને કારણે દર્દીને ખસેડવામાં ભારે મુશ્કેલી પડી હતી. હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે ઉપયોગમાં લેવાતા સાધનોની જાળવણી સામે હવે સવાલો ઊભા થયા છે.

સ્થાનિકો અને દર્દીઓના સગાંઓએ આ ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને દર્દીઓની સુરક્ષા માટે જરૂરી સાધનોની નિયમિત તપાસ તથા જાળવણી કરવાની માંગ કરી છે.

Reporter: admin

Related Post