News Portal...

Breaking News :

સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ઠગ ગેંગનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો

2026-07-27 13:14:15
સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ઠગ ગેંગનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી લેતી ઠગ ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પીપળેશ્વર મંદિર પાસે વૃદ્ધ મહિલા સાથે થયેલી ઠગાઈના કેસમાં એક આરોપીને ઝડપી પાડી કુલ રૂ. 3.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવી વિશ્વાસમાં લેતા હતા અને બાદમાં વાતોમાં ભોળવી તેમના કિંમતી દાગીના પડાવી લેતા હતા. આવી જ એક ઘટનામાં પીપળેશ્વર મંદિર પાસે વૃદ્ધ મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા અન્ય સાગરીતોની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સિનિયર સિટીઝનોને આવી અજાણી વ્યક્તિઓથી સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post