વડોદરામાં ઓટોરીક્ષામાં પેસેન્જર બની બેસેલી મહિલાએ અન્ય મુસાફરની નજર ચૂકવી રૂ.96 હજારની સોનાની બુટ્ટી ચોરી કર્યાનો ગુનો ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીની સોનાની બુટ્ટી અને મોબાઇલ ફોન સહિત મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી મહિલાએ એમ.જી. રોડ પર આવેલી હરિ કૃષ્ણ જ્વેલર્સમાંથી 5.810 ગ્રામ વજનની સોનાની બુટ્ટીની જોડી ખરીદી હતી. ત્યારબાદ તેઓ સાધના સિનેમા નજીકથી ઓટોરીક્ષામાં બેસી ભારતી સ્કૂલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સાંજે છથી સાડા છ વાગ્યાના અરસામાં તેમની બાજુમાં પેસેન્જર તરીકે બેઠેલી અજાણી મહિલાએ નજર ચૂકવી થેલીને બ્લેડ મારી અંદર મુકેલી સોનાની બુટ્ટી ચોરી કરી લીધી હતી. આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
અનડિટેક્ટ ગુનો હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ, હ્યુમન સોર્સ અને પેટ્રોલિંગના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે તરસાલીથી સોમાતળાવ રોડ પર અમર શ્રદ્ધા વુડા તરફ જવાના રસ્તા નજીકથી મહિલા આરોપી જુલીબેન પરષોત્તમ દેવીપુજક,મોસીન ઇમ્તિયાઝ મન્સુરી, .
તપાસ દરમિયાન તેની પાસેથી સોનાની બુટ્ટીની એક જોડી મળી આવી હતી. પૂછપરછમાં તેણે ઓટોરીક્ષામાં ફરિયાદીની નજર ચૂકવી થેલીને બ્લેડ મારી બુટ્ટી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે બુટ્ટી કબજે કરી આગળની કાર્યવાહી માટે વાડી પોલીસને જાણ કરી છે.
Reporter: admin







