વડોદરા: દેશભરમાં આજે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ શહેર કાર્યાલય ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી. ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ સંબોધન કરતાં દેશની લોકશાહી અને બંધારણની રક્ષા કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. તેમણે વડોદરાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોમાં પણ સ્વાતંત્ર્ય પર્વને લઈને ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
Reporter: admin







