વડોદરાના ભાયલી ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધી રસ્તાની બાજુમાં કરવામાં આવેલા દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન રસ્તાની બાજુમાં આવેલા કાચા અને પાકા તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

દબાણો હટાવવાની કામગીરી માટે 12 ડમ્પર અને 5 JCB મશીનો કામે લગાડવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગના બંદોબસ્ત વચ્ચે સમગ્ર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

થોડા દિવસ અગાઉ કિસ્મત ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવતીનું મોત થયું હતું. અકસ્માત બાદ માર્ગ પર કરવામાં આવેલા દબાણોને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
Reporter: admin







