News Portal...

Breaking News :

સંસદમાં ઘમાસાણ વચ્ચે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- એક-એક સવાલનો આપીશ જવાબ

2026-08-12 15:40:27
સંસદમાં ઘમાસાણ વચ્ચે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- એક-એક સવાલનો આપીશ જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકાર દરેક મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે તેઓ ગુરુવારે ગૃહમાં વિપક્ષના એક-એક સવાલનો જવાબ આપશે.

અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું કે વિપક્ષ લોકસભા અધ્યક્ષને ચર્ચા માટે પત્ર આપે. સરકાર બુધવારે બપોરે 3 વાગ્યાથી ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધી ચર્ચા માટે તૈયાર છે.

ગૃહમંત્રીએ વિપક્ષ પર સંસદની કાર્યવાહી ખોરવવાનો આરોપ લગાવતા કહ્યું કે વિપક્ષનો હેતુ ચર્ચા કરવાનો નહીં, પરંતુ હંગામો કરવાનો છે. તેમણે કહ્યું કે તેઓ ગૃહમાં બેસીને સૌની વાત સાંભળશે અને દરેક સવાલનો જવાબ આપશે.

અમિત શાહે કહ્યું કે સરકાર પાસે છુપાવવા જેવું કંઈ નથી. તેમણે વિદ્યાર્થીઓના પ્રદર્શન સહિત વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા માટે સરકારની તૈયારીનો ઉલ્લેખ કર્યો.

તેમણે વિપક્ષને કહ્યું કે હવે તેણે નક્કી કરવાનું છે કે તેને ચર્ચા કરવી છે કે હંગામો કરવો છે.

Reporter: admin

Related Post