દિલ્હી : કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા ઈંધણ પરનો વિંડફૉલ ટેક્સ હટાવી દીધો છે.
આ ટેક્સ એર ટર્બાઈન ફ્યૂલથી લઈને પેટ્રોલ-ડીઝલ પર પણ લાગતો હતો. તેને ઔપચારિક રીતે સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે વર્ષ 2022માં એવા સમયે લાદવામાં આવ્યો હતો જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ક્રૂડ ઑઈલની કિંમતો હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી. હવે નાણા મંત્રાલયે આ ટેક્સને સંપૂર્ણપણે હટાવી દીધો છે.
એક અહેવાલ પ્રમાણે સરકારે ક્રૂડ ઑઈલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલા ઘટાડા વચ્ચે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઑઈલ અને એવિએશન ઈંધણ (ATF), પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરનો આ 30 મહિના જૂનો ટેક્સ આજે હટાવી દીધો છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ અંગે એક નોટિફિકેશન રજૂ કર્યું છે. જેમાં જાહેર ક્ષેત્રની ONGC જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઈલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવેલી ઈંધણની નિકાસ પર લાગતા ટેક્સને હટાવી દેવાનો નિર્ણય કર્યો છે.
Reporter: admin