News Portal...

Breaking News :

બે વર્ષની કેદની સજા પામેલો નાસતો ફરતો આરોપી ઝડપાયો

2026-09-04 13:15:23
બે વર્ષની કેદની સજા પામેલો નાસતો ફરતો આરોપી ઝડપાયો

નામદાર કોર્ટ દ્વારા બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ નાસતા ફરતા આરોપીને પાણીગેટ પોલીસની ટીમે ઝડપી પાડી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડીયા, ઝોન-3ના નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા તેમજ ‘ઈ’ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સજા વોરંટના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

જેના અનુસંધાને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સમન્સ-વોરંટ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સજા વોરંટના આરોપી હર્ષદ જયંતીભાઈ માળીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી હર્ષદ માળી ગાજરાવાડી વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ પાદરાની નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કેસ ચાલ્યો હતો.

કોર્ટના સી.સી. નંબર 2936/2024ના કેસમાં આરોપી સામે તા. 19 મે, 2026ના રોજ સજા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. બે વર્ષની કેદની સજા પામ્યા બાદ આરોપી નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું.

પાણીગેટ પોલીસની સમન્સ-વોરંટ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને આરોપીને નામદાર કોર્ટની કસ્ટડીમાં રહેવા માટે મોકલી આપવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post