વડોદરા શહેરમાં જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ સામે પીસીબીએ કાર્યવાહી કરી વડસર ગામના ઓડવાળા ફળીયામાં જાહેરમાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા 9 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના અને પીસીબી પીઆઈ જે.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પીસીબીના એએસઆઈ જીગ્નેશભાઈ મથુરભાઈ અને તેમની ટીમને બાતમી મળી હતી કે વડસર ગામના ઓડવાળા ફળીયામાં કરશનબેનના બંધ મકાનની બાજુમાં આવેલા ખુલ્લા ઓટલા પર કેટલાક લોકો રૂપિયા વડે પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પીસીબીની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી 9 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં વિજયભાઈ માળી, વિશાલભાઈ ભાલીયા, રમેશભાઈ ભાલીયા, સન્નીગીરી ગોસાઈ, પ્રકાશ ભાલીયા, મિતેષકુમાર પટેલ, મહેશ મારવાડી, શૈલેષભાઈ રાઠોડ અને પરેશ ભાલીયાનો સમાવેશ થાય છે.
પીસીબીની ટીમે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે. પોલીસે શહેરમાં જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી વધુ કડક બનાવવાની દિશામાં તપાસ અને કાર્યવાહી ચાલુ રાખી છે.
Reporter: admin







