News Portal...

Breaking News :

ગેરકાયદે ચાલતા રેતી ખનનનું કવરેજ કરી પરત જતા બે પત્રકારોને 20 થી 25 લોકોના ટોળાએ માર માર્યો

2024-06-12 20:05:06
ગેરકાયદે ચાલતા રેતી ખનનનું કવરેજ કરી પરત જતા બે પત્રકારોને 20 થી 25 લોકોના ટોળાએ માર માર્યો



વડોદરા શહેરને અડીને આવેલા કોટણા બીચ નજીક ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું જેનું કવરેજ કરી પરત ફરી રહેલા બે પત્રકારોને રેતી માફિયાઓ દ્વારા માર મારવામાં આવ્યા હતા. બંનેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 



કોટણા ગામ પાસે મહીસાગર નદીના પટમાં ગેરકાયદે ખનીજ માફિયા દ્વારા કરાઈ રહ્યું છે.  રેતી ખનન નું લાઈવ પ્રસારણ કરવા માટે ગયેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન પર ગેરકાયદે લીઝ ધારકોના 20 થી 25 લોકો દ્વારા મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો હતો. ઉપરાંત ફરીથી અહીંયા વિડીયો શુટીંગ કરવા આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા છે. નંદેસરી પોલીસે ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા શહેર નજીક આવેલા કોટણા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદે લીઝધારકો દ્વારા બેફામ રેતી ખનન દિવસ અને રાત્રે કરવામાં આવી રહ્યું છે. પરંતુ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ જાણે કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ લીજ ધારકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. ક્યારે બુધવાર ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન કોટણા  ખાતે ચાલતા ગેરકાયદે રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયા હતા 


અને વીડિયો શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન લીઝધારકો નું 20થી 25 લોકોનું ટોળુ લાકડીઓ, લોખંડની પાઇપ સહિત હથિયારો સાથે ધસી આવ્યું હતું અને રિપોર્ટર અને કેમેરામેનને ઘેરી લીધા હતા ત્યારબાદ તેમના પર હથિયારોથી હુમલો કરાયો હતો. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

Reporter: News Plus

Related Post