News Portal...

Breaking News :

બે ગ્રૂપનું કંઈક કરવાનું છે,5 ટકા વોટ શેર વધ્યો એટલે વાત પૂરી : રાહુલ ગાંધી

2025-03-08 12:37:27
બે ગ્રૂપનું કંઈક કરવાનું છે,5 ટકા વોટ શેર વધ્યો એટલે વાત પૂરી : રાહુલ ગાંધી


અમદાવાદ : ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા ગુજરાતમાં કોંગ્રેસની હાર પાછળના કારણો તથા પરિબળો જાણવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. 


7 માર્ચને શુક્રવારે દિવસ દરમિયાન પ્રદેશ નેતાગીરીથી માંડીને કોંગ્રેસ કાર્યાલયના સ્ટાફ સાથે રાહુલ ગાંધીએ મિટિંગ કરીને તેમના મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ મિટિંગમાં તાલુકા-નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખોએ રાહુલ ગાંધી સામે પોતાનો બળાપો કાઢયો હતો.



ત્યાર બાદ આજે (8 માર્ચ) 2 હજાર કોંગ્રેસનાં કાર્યકરો માટે જેડ હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો પણ હાજર હતા. આ 45 મિનિટના કાર્યક્રમને 25 મિનિટ સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રૂપનું કંઈક કરવાનું છે.જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 10થી 15 લોકોને કાઢી મુકવા પડે તો કાઢી નાખીશું. 5 ટકા વોટ શેર વધ્યો એટલે વાત પૂરી.

Reporter: admin

Related Post