News Portal...

Breaking News :

રેલવે સ્ટેશન બહાર દારૂ સાથે બે ઝડપાયા

2026-09-04 13:25:52
રેલવે સ્ટેશન બહાર દારૂ સાથે બે ઝડપાયા

વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી સામે સયાજીગંજ પોલીસે કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બલવીર રામપ્રકાશ જાટવ અને આશીક બલવીરસિંહ જાટવને ઝડપી પાડ્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશનના ઇનગેટ બહાર બે ઇસમો ટ્રોલી બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈને કોઈની રાહ જોઈ રહ્યા છે. બાતમીના આધારે સર્વેલન્સ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં બંને ઇસમો મળી આવ્યા હતા.

પોલીસે બંનેની પાસે રહેલી ટ્રોલી બેગની તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 40 બોટલ મળી આવી હતી. પોલીસે બંને ઇસમોને ઝડપી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.


પકડાયેલા બંને આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Reporter: admin

Related Post