News Portal...

Breaking News :

સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્લેન ક્રેશ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ

2025-06-15 14:25:08
સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્લેન ક્રેશ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ


વડોદરા : અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને લઇને દેશ અને દુનિયામાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આ હિચકારી ઘટનાથી સૌ કોઇ ચકિત ગઇ ગયા છે. 


અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ જેવી દુ:ખદ અને હ્રદયવિદ્રાવક ઘટનાઓ સમગ્ર માનવજાતને દુ:ખમાં મૂકતી હોય છે. આવા સમયે દુ:ખી આત્માઓને શાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરવી એ ભારતની સંસ્કૃતિનો હિસ્સો રહી છે.અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનના ગોઝારા અકસ્માતમાં પોતાના જીવ ગુમાવનારા હતભાગી નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત - મુક્તજીવન સ્વામીબાપા માર્ગ સ્થિત સ્વામિનારાયણ મંદિર, હરણી - વડોદરામાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


પ્રાર્થના સભા અંતર્ગત પૂર્વ મહંત હરિકેશવદાસજી સ્વામી, મહંત સનાતનસ્વરૂપદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામી અને હરિભકતો સૌએ મૌન પાળીને સર્વે મૃતકોના આત્માને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પરમ શાંતિ આપે તેમજ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકો જલ્દીથી જ સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અને જેમના પોતાનાને ગુમાવ્યા છે, એવા પરિવારજનો માટે આ અપૂરણીય ક્ષતિ છે. સ્વામિનારાયણ ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે માટે પણ પ્રાર્થના કરી હતી.

Reporter: admin

Related Post