News Portal...

Breaking News :

ડભોઇ થી કેવડિયા તરફ જતા મુખ્ય માર્ગો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત

2025-05-22 16:33:44
ડભોઇ થી કેવડિયા તરફ જતા મુખ્ય માર્ગો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત


ડભોઇ: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ અગત્યની મીટીંગ ગોઠવી આવેદનપત્ર આપવાના મામલે ડભોઇ થી કેવડિયા તરફ જતા મુખ્ય માર્ગો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે.



ડેડીયાપાડા જવા નીકળેલા કાર્યકર્તાઓ અને આદિવાસીઓને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે. 50 જેટલા આદિવાસીઓ અને  કાર્યકર્તાઓને ડભોઇ તાલુકાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નજર કેદ કરાયા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસની દુકાનો અને મકાનો તોડી નાખવામાં આવી હોય જે અનુસંધાને ચૈતર વસાવા દ્વારા કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજને એકત્રિત કરી આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું છે.


ડભોઇ સાઠોદ થી રાજપીપળા તરફના માર્ગ, ડભોઇ થી ચનવાડા તરફનો મુખ્ય માર્ગ, ડભોઇ થી ગોપાલપુરા અને કરનેટ તરફ જતા માર્ગ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.ડેડીયાપાડા તરફ જતા મુસાફરોનું સઘન ચેકિંગ શરૂ થયું છે.ડભોઇ પોલીસ સહિત જીલ્લા ટ્રાફિક અને એલસીબી પોલીસ ડભોઇ થી ડેડીયાપાડા જતા માર્ગો પર તૈનાત કરાઈ છે.

Reporter: admin

Related Post