News Portal...

Breaking News :

ઇદે મિલાદ અને ગણેશ વિસર્જન સમયે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સજ્જડ બંદોબસ્ત

2024-09-16 14:59:08
ઇદે મિલાદ અને ગણેશ વિસર્જન સમયે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સજ્જડ બંદોબસ્ત


વડોદરા: દેશભરમાં રંગેચંગે ગણોશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તોને ત્યાં 10 દિવસનું આતિથ્ય માણીને બાપ્પાનું 17મી ના રોજ વિસર્જન થનાર છે. 


ત્યારે 16 મીએ વડોદરામાં મુસ્લિમ સમાજના લોકો ઇદે મિલાદની ઉજવણી કરશે. બંને ધર્મના તહેવારો સારી રીતે ઉજવી શકે તથા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, આવતા 2 દિવસમાં વડોદરામાં બે મહત્વના તહેવારો ઉજવાઇ રહ્યા છે. જેને લઇને પોલીસ વિભાગ દ્વારા વિસ્તૃત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ ગણોશોત્સવ ચાલી રહ્યો છે. 


17 મીએ ગણોશોત્સવના અંતિમ દિવસે વિસર્જન થશે. 16 મીએ ઇદે મિલાદની ઉજવણી થનાર છે. શહેરમાં 1, 700 થી વધારે ગણેશજી ની પંડાલમાં પરવાનગી સાથે સ્થાપના કરવામાં આવી છે. તેનાથી વધુ ગણેશજીની સ્થાપના શહેરભરમાંક કરવામાં આવી છે. ચાર અઠવાડિયામાં ગણેશોત્સવની ઉજવણી શાંતી પૂર્ણ રીતે થાય તેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આયોજકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડાલની સુરક્ષા અંગેની વ્યવસ્થા કરી હતી. આ વખતે કૃત્રિમ તળાવોમાં ઉમેરો કરવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post