પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર વડોદરા ના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ઘરે ચોરીનો બનાવ બન્યો છે. કાર્યકર્તાના માતાની મેડિકલ સારવાર ચાલતી હોવાથી તેઓની સારવાર માટે કાર્યકર્તાના નાના ભાઈ માતાને દહેજ લઈ ગયા હતા તે વેળા એ વહેલા સવારના સમયે ઘરના દરવાજા નો નકુચો તોડી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઘરમાંથી ત્રણ સોનાની વીંટી, એક મંગળસૂત્ર એક સોનાની પેન્ડલ સહિત ચેન, બુટ્ટી ની સાથે ૫૦ હજાર રૂપિયા જેટલા રોકડા રકમ ચોરી કરી ચોરટાઓ પલાયન થઈ ગયા હતા. પાસે રહેતા સ્થાનિકે વહેલી સવારે ચાર શંકાસ્પદ વ્યક્તિઓને ફોર વ્હીલ ગાડીમાં જોયા હોવાનું જણાવી તે ચોર હોવાનું અનુમાન લગાવ્યું છે ઘટના સંદર્ભે વિસ્તારના ભાજપના કોર્પોરેટર જાગૃતીબેન કાકાને જાણ થતા તેઓ તરત જ કાર્યકર્તાની મદદ માટે દોડી ગયાં હતા અને પરિવારને રાવપુરા પોલીસ મથકે લઇ જઇ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાવી છે.
...
Reporter: News Plus