News Portal...

Breaking News :

કેદ્ર સરકારે જાહેર હિતમાં દવાના ભાવમાં 50 ટકાનો વધારો મંજૂર કર્યો

2024-10-16 10:07:11
કેદ્ર સરકારે જાહેર હિતમાં દવાના ભાવમાં 50 ટકાનો વધારો મંજૂર કર્યો


નવી દિલ્હી : દવામાં વપરાતાં ઘટક દ્રવ્યોના ભાવમાં થયેલાં વધારો, ઉંચો ઉત્પાદન ખર્ચ અને વિદેશી હુંડિયામણના દરોમાં થયેલાં વધારા જેવા વિવિધ કારણોસર આ દવાઓનું ઉત્પાદન અને માર્કેટિંગ કરવાનું મુશ્કેલ બની ગયું હતું. 


કંપનીઓએ કેટલાક ફોર્મ્યુલેશન ઉપલબ્ધ  ન હોવાથી તે બંધ કરવા માટે જણાવ્યું હતું. આ દવાઓનો પુરવઠો સતત મળતો રહે તે હેતુથી જાહેર હિતમાં ભાવમાં 50 ટકાનો વધારો મંજૂર કરાયો છે તેમ એનપીપીએ જણાવ્યું હતું.ભારતમાં સરકાર ધ ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર -ડીપીસીઓ- 2013 હેઠળ દવાઓના ભાવોનું નિયંત્રણ કરે છે. જીવનાવશ્યક દવાઓ અથવા શેડયુલ્ડ ફોર્મ્યુલેશન્સની એક મહત્તમ કિંમત નક્કી કરવામાં આવે છે જેને સિલિંગ પ્રાઇસ કહેવામાં આવે છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવતાં વ્હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આધારે દર વર્ષે આ સિલિંગ પ્રાઇસમાં વધારો કરવામાં આવે છે. 



કઇ દવાઓના ભાવ વધશે? 
વિવિધ બેક્ટેરિયલ ચેપના ઇલાજમાં વપરાતા બેન્ઝિલ પેનિસિલિનના દસ લાખ આઇયુ ઇન્જેકશનના ભાવો વધશે.
*  હ્ય્દયના ધીમાં ધબકારાં-બ્રેડિકાર્ડિયા-ના ઇલાજમાં વપરાતાં એટ્રોપાઇન ઇન્જેક્શન 06.એમજી/એમએલના ભાવ વધશે. 
* ટીબીની સારવારમાં વપરાતા સ્ટ્રેપ્ટોમાઇસિન પાવડરના 750 અને 1000 એમજીના ઇન્જેકશનના ભાવ વધશે. 
* અસ્થમા તથા શ્વાસોચ્છવાસની અન્ય બિમારીઓના ઇલાજમાં વપરાતી 2 અને 4 એમજીની સાલબુટામોલ ટેબ્લેટ તથા પાંચ એમજી/ એમએલના રેસ્પિટરેટર સોલ્યુશનના ભાવ વધશે. 
*  ગ્લુકોમાની સારવારમાં વપરાતાપિલોકાર્પિન બે ટકા ડ્રોપ્સના ભાવ વધશે. 
* બેકટેરિયાના ચેપની સારવારમાં વપરાતી 500 એમજીની સેફાડ્રોક્સિલ ટેબલેટના ભાવ વધશે.
* એનિમિયા અને થેલેસેમિયાની સારવારમાં વપરાતા 500 એમજીના ડેસફેરોક્સામિન ઇન્જેકશનના ભાવ વધશે.
* માનસિક બિમારીઓની સારવારમાં વપરાતી 500 એમજીની લિથિયમ ટેબ્લેટના ભાવ વધશે.

Reporter: admin

Related Post