News Portal...

Breaking News :

આભ ફાટ્યું હોય ત્યારે થીંગડા ક્યાં મારવા જેવી વડોદરાની સ્થિતિ

2024-08-27 14:37:00
આભ ફાટ્યું હોય ત્યારે થીંગડા ક્યાં મારવા જેવી વડોદરાની સ્થિતિ


વડોદરામાં પુરની પરિસ્થિતિ નિર્માણ થઈ ચુકી છે અત્યારે બપોરે 1:00 વાગે વિશ્વામિત્રી નથી પાણી આઉટલો થઈને સીધું જ રહેઠાણ વિસ્તારોમાં પ્રવેશ્યું છે 


બધા રૂટો નહેરની જેમ દેખાઈ રહ્યા છે જૈન અગ્રણી દીપક સાહેબ જણાવ્યું હતું કે ગાય સર્કલ ખાતે આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં પણ પાણી કેમ્પસમાં પ્રવેશ્યું છે ભોજનશાળા તથા આ એમ બિલ શાળામાં પણ પાણી ખૂબ ઝડપથી અંદર આવી રહ્યું છે સંઘના પ્રમુખ તથા કાર્યકર્તાઓ રેતીના ટ્રેક્ટર મંગાવીને બંને બાજુ આળસ ઉભી કરી પાણી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે 


જેથી પાણી નીચે પ્રવેશતું અટકે. પોલીસે ગાય સર્કલથી આગળ જવાનો રસ્તો બંધ કરી દીધો છે અને પાણી દર કલાકે બે ઈંચ વધતું હોય તેવું લાગી રહ્યું છે. જૈન સાધુ સાધ્વી ભગવાન તો આ વરસાદના કાચા પાણીમાં પગ મૂકી ગોચરી વહોરવા માટે જઈ શકે નહીં તેથી આજુબાજુના જૈન કુટુંબો મહારાજ સાહેબ તથા સાધ્વીજી ભગવંતોને વસ્તુઓને વહોરાવી ભક્તિનો લાભ લઇ રહ્યા છે. સંઘ ના પ્રમુખ CA હિંમતભાઈ, ટ્રસ્ટી પ્રશાંતભાઈ,JRD shah તથા યુવા કાર્યકરો આ વરસાદ અને પુરની સ્થિતિ માં સાધુ સાધ્વી ભગવંતો તથા દહેરાસરની જાળવણી કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

Reporter: admin

Related Post