વડોદરા : ડભોઇ તાલુકાના ભીલાપુર ઢાઢર નદી પરના જૂના ઓવરબ્રિજની એક તરફની રેલિંગ તૂટી ગયેલી હાલતમાં હોવાથી માત્ર પ્લાસ્ટિકના ડ્રમ મુકવામાં આવ્યા હતા પરંતુ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા તંત્ર સફારૂ જાગીને પીલ્લરો ગોઠવી દેવામાં આવ્યા હતા.
ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઈન રોડ પર તાલુકાના રાજલી થી ભીલાપુર વચ્ચે ઢાઢર નદી પરના જુના ઓવરબ્રિજની એક તરફની રેલિંગ તૂટી જતાં તંત્ર દ્વારા માત્ર પ્લાસ્ટિકના ડ્રમ મૂકીને સંતોષ માન્યો અંગેના મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા તાત્કાલિક તંત્ર એ પ્લાસ્ટિકના ડ્રમ ખસાવી પીલ્લરો ગોઠવી દેવામાં આવ્યા હતા.અવરજવર કરતા વાહન ચાલકોને સલામતી અંગે તૂટી ગયેલા જુના ઓવરબ્રિજને રીપેર કરવા વાહન ચાલકોની લોક માંગ ઉઠી છે.
Reporter: admin