News Portal...

Breaking News :

રાત્રી ઘરફોડ ચોરીનો આરોપી પકડાયો

2024-12-07 11:53:27
રાત્રી ઘરફોડ ચોરીનો આરોપી પકડાયો


વડોદરા : શહેરમાંથી હદપાર કરવામાં આવેલ રીઢા આરોપી દ્વારા કારેલીબાગ ખાતે કરેલ રાત્રી ઘરફોડ ચોરીનો ગુનો કરી મેળવેલ રોકડ રકમ સાથે આરોપી પકડાયો છે. 


વડોદરા શહેરમાંથી હદપાર કરેલ રીઢો આરોપી નામે રઘબીરસિંગ ધનસિંગ બાવરી (સીકલીગર) રહે. એક્તાનગર, આજવા રોડ વડોદરાની તેના એકતાનગર ખાતેના મકાને શોધમાં જતાં આ ઇસમ તેના મકાન બહાર હાજર હોય આ ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ નાસવા લાગતા ટીમે તેને દોડી પકડી પાડેલ અને તેની ની ઝડતીમાં રોકડા રૂ. ૨૩,૩૦૦ મળી આવેલ. આ ઇસમને વડોદરા શહેરમાંથી સને ૨૦૨૩ થી હદપાર કરેલ હોય અને હાલ વડોદરામાંથી હાજર મળેલ હોય તેને વડોદરા શહેરમાં પ્રવેશવા અંગે મેળવેલ લેખીત પરવાનગી રજુ કરવા જણાવતા તેને તે મેળવેલ નહી હોવાનુ જણાવેલ.



આ ઇસમે ઘરફોડ ચોરી કરેલાની માહીતી હોય જેથી આ બાબતે પુછપરછ કરી તપાસ કરતાં આ આરોપી તેના બે સાગરીતો સાથે એક અઠવાડીયા પહેલા તેની પાસેની પલ્સર બાઇક પર કારેલીબાગ હસ્તીનાપુર સોસા.માં જઇ એક બંધ મકાનનુ તાળુ તોડી મકાનમાંથી રોકડ રકમની ચોરી કરેલાનુ અને આ આરોપીને આ ચોરીના ભાગ પેટે રૂ.૩૦,૦૦૦મળેલાનુ અને તેની પાસેથી મળેલ રૂપીયા આ ચોરીના રૂપીયા પૈકીના રૂપીયા હોવાનુ જણાઇ આવેલ. આ આરોપી ઇસમ દ્વારા કરવામાં આવેલ ઘરફોડ ચોરી અંગે ખાત્રી કરતાં આ ઘરફોડ ચોરી અંગે કારેલીબાગ પો.સ્ટે.માં ગુનો નોંધાયેલાનુ જણાતા આ પકડાયેલ આરોપી સામે હદપાર હુકમનો ભંગ કરવા અંગેનો તેમજ ઘરફોડ ચોરીના ગુના બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

Reporter: admin

Related Post