શિક્ષણ થી મોટુ હથિયાર નથી સંસ્થાના અધ્યક્ષ ગૌરવ પવળેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020 થી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી અને છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાન થી વિધ્યાજ્ઞાન ના મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવી હતી.

આ વર્ષે એ પણ આ મહાયજ્ઞનો અભિયાન શરૂ કરવા આવ્યુ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમા કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી છે અને તેને લીધે કેટલાક બાળકોના આભ્યાસ પર સીધી અસર થઈ રહી છે. આવું ના થાય અને કોઈ બાળકનુ ભવિષ્ય ના બગડે કોઈને આર્થિક તંગી ને લઈને આભ્યાસ છોડવો પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાન થી વિધ્યાજ્ઞાન અભિયાન શરૂ કર્યું છે તો અભિયાનમા આપ પણ જોડાઓ અને આ વિધ્યાજ્ઞાનમા આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો અમે આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોને નોટબુક, સ્કૂલ બેગ, અને શાળ ની ફિ ભરી એ છે. તો આ કાર્યક્રમમાં આપણો પણ સાથ મળે તે માટે જો આપણા ધર મા પડલી પસ્તી પડી હોય તો અમણે આપો આપણી પસ્તી કોઈના ભવિષ્ય માટે ઉપયોગી થઈ શકે છે.

ગત વર્ષે એ આપણા બધાના સહકાર થી 1000-ડઝન નોટબુકનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે એ પણ વધુમા વધુ વિદ્યાર્થીઓને સહાય મળી રહે તેવા પ્રયાસો સાથે આજે ઘરે - ઘરે જઈને પસ્તી ઉઘરાવીને એકત્રિત કરવાનુ શરૂઆત કરવામાં આવી હતી આજે વાડી વિસ્તારમાં રહેતા અંજલિ જાધવ એ તેમણા આસપાસ થી એકત્રિત કરેલ પસ્તી સંસ્થાને દાન પેટે આપી હતી. આ સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં માથી સંગીત ચવ્હાણ, આદિશ ગાવડે, મનોજ સાવંત અને રવિ ચોરગે જવા સ્વયંસેવક દ્વારા પણ ઘરે-ધરે જઈને પસ્તી એકત્રિત કરવામાં આવી રહી છે આજે પસ્તીદાન કરનાર સર્વ દાતાઓનો અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવળે એ આભાર વ્યક્ત કર્યો હતો.



Reporter: