વડોદરા : શિયાબાગ ભાવદાસ મહોલ્લામાં રહેતા ચૌહાણ પરિવાર દ્વારા એક અનોખી શ્રીજીની પ્રતિમા પોતાના ઘરેથી જ બનાવવામાં અને સ્થાપિત કરવામાં આવી છે
(કઠોળ) ચોળા ના દરેક દાણા ઉપર "શ્રીજી"નું નામ લખીને મૂર્તિ પર સુશોભિત કરવામાં આવી છે પ્રતિમા બનાવવામાં લગભગ પાંચ થી સાત દિવસ નો સમય થયો છે તેમજ પરિવારના સૌનું આ કાર્યમાં પોતાનો અમૂલ્ય યોગદાન રહ્યું છે.
આજકાલ ફાસ્ટફૂડ આહાર ખુબ વધી રહ્યું છે, જે લાંબાગાળે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જયારે કઠોળ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ પ્રતિમા ઘ્વારા કઠોળ નું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કરેલ છે. તેમજ વિસર્જન બાદ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને આહાર મળી રહે તે હેતુથી આ કાર્ય કરેલ છે.
પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોળા નો ઉપયોગ થયો છે.
આવી પ્રતિમા સૌ પ્રથમ 1993 માં બનાવેલી હતી જેમાં ચોખા, તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો, જેમાં ચોખા ઉપર "શ્રી ગણેશાય નમઃ" લખ્યું હતું તેમજ તલ અને દાળ ઉપર "ॐ" લખેલું હતું. ત્યારબાદ "વિષ્ણુ સહસ્ત્ર નામાવલી", "શંકર સહસ્ત્ર નામાવલી", "ગણેશ સહસ્ત્ર નામાવલી", "ગાયત્રી સહસ્ત્ર નામાવલી", "ગાયત્રી મંત્ર", "જય દશામાં" લખેલી મૂર્તિઓ બનાવેલી હતી.
દરેક દાણા ઉપર "શ્રીજી" નું નામ લખવાથી લઈ પ્રતિમા પર સુશોભિત કરવા સુધી લગભગ અસંખ્ય વખત શ્રીજીનો સ્મરણ તથા જાપ થયેલું છે.
સર્વ ગણેશ ભક્તોને નમ્ર વિનંતી કે, આવી અનોખી શ્રીજીની પ્રતિમાને દર્શન કરવાનું ચૂકશો નહીં.
Reporter: admin