તારીખ - ૧૨ જુન ૨૦૨૫ ગુરુવારે અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ પાસે અમદાવાદ લંડન "બોઈંગ વિમાન" દુર્ઘટના ગ્રસ્ત થતા તેમા પ્રવાસ કરી રહેલ મુસાફરો એ જાન ગુમાવ્યા છે

આ અત્યંત હ્રદયદ્રાવક દુર્ઘટના આપણા સૈ માટે પીડાદાયક છે આ દુર્ઘટના મા ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી નુ પણ નીધન થયુ છે જેઓ વરિષ્ઠ જન સેવક, ભારતના સાંસ્કૃતિક મૂલ્યો ને સમર્પિત, સજાગ અને સંવેદનશીલ નેતૃત્વકર્તા હતા. સમગ્ર વડોદરા શહેર ગાયત્રી પરિવાર, મૃતક આત્માની સદગતિ તેમજ શોકાગ્રસ્ત પરિજનોને આ સામુહિક પ્રાર્થનામા શામિલ થયા હતા

વિશેષ દીપ પ્રગટાવી ગાયત્રી મહામંત્ર - મહામૃત્યુંજય મંત્રની આહુતી અર્પણ કરવામાં આવી સાથે વડોદરા શહેરમાં આ વિમાન દુર્ઘટના મા મૃત્યુ પામેલા પરિવાર ના ઘરે વડોદરા ગાયત્રી પરિવાર સમન્વય સમિતિ ની ટીમ જશે શાત્વના આપી શાંતિ પાઠ નો ક્રમ સંપન્ન કરશે
Reporter: admin