News Portal...

Breaking News :

બાંધકામ પરવાનગી વિભાગે 26 જેટલી બાંધકામની સાઈટોના સંચાલકોને નોટિસ આપી

2025-06-23 16:03:14
બાંધકામ પરવાનગી વિભાગે 26 જેટલી બાંધકામની સાઈટોના સંચાલકોને નોટિસ આપી


વડોદરા : કોર્પોરેશન દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી તમામ કોન્ટ્રાક્ટર અને 26 બિલ્ડરોને નોટિસ આપી બેઝમેન્ટનું થતું ખોદકામ કે અન્ય પાણી ભરાવાના પ્રશ્નો સર્જાય નહીં તે મ માટે તકેદારી રાખવા સૂચના આપી છે.



વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં બ્રિજ, પાણી, ડ્રેનેજ કે વરસાદી ગટરના વિકાસના કામો ચાલી રહ્યા છે તે કામો ચોમાસાની શરૂઆત થતા લોકોને મુશ્કેલી પડે નહીં અને કોઈ અકસ્માત સર્જાય નહીં તેને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે માટી પુરાણ કરી કામગીરી કરવાની રહેશે. ચોમાસા દરમિયાન પાણી ભરાય નહીં તેને ધ્યાનમાં રાખી જમીન સ્તરનું લેવલ રાખવામાં આવે સાથે સાથે તેની આસપાસમાં બેરિકેડ લગાવી રાખી યોગ્ય કામગીરી કરવા તમામ કોન્ટ્રાક્ટરોને સિટી એન્જિનિયરે સૂચના આપી છે.


ખાનગી બિલ્ડરો દ્વારા બહુમાળી ઈમારતના બાંધકામ ચાલી રહ્યા છે ત્યારે તે બાંધકામની કામગીરી દરમિયાન પાણી ભરાવાના કે તેને કારણે મચ્છરોનો ત્રાસ થાય નહીં અને રોગચાળો ફેલાય નહીં તેની તકેદારી રાખવા બાંધકામ પરવાનગી વિભાગે 26 જેટલી બાંધકામની સાઈટોના સંચાલકોને નોટિસ આપી છે. સાઈટની આજુબાજુ પતરાં, શીટ વિગેરે લગાવી જરૂરી બેરીકેટ તેમજ રાત્રીના  સમયે પણ દૂરથી જોઈ શકાય તેમ જરૂરી વ્યવસ્થા કરવી. વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ થતાં માલ સામાનને દૂર કરી પાણીનો નિકાલ વિના અવરોધે થાય તે અંગે જરૂરી પગલાં લેવા મચ્છરોનો ઉપદ્રવ થવાથી ડેન્ગ્યુ જેવા રોગો થાય છે. જેથી સ્થળે આવા ભરાઈ રહેતાં પાણીનો નિકાલ કરવા પણ સૂચના અપાઈ છે.

Reporter: admin

Related Post