તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો માટે બે લાખ રૂપિયાની લોન માફ કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે, મંત્રીમંડળે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોનને માફ કરવાનો નિર્ણય કર્યો. ગત સરકારે પોતાના 10 વર્ષના શાસનમાં માત્ર 28,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરી હતી.
ગત સરકારે કૃષિ લોન માફી યોજનાનો લાભ ઉઠાવવા માટે 11 ડિસેમ્બર 2018એ કટ ઓફ લગાવી દીધું હતું.મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે લોન માફીની શરતો સહિત તેનું સંપૂર્ણ વર્ણન બાદમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે લોન માફીથી રાજ્યના ખજાના પર લગભગ 31,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ પહેલા ગત બીઆરએસ સરકારે પણ આ પ્રકારની યોજનાની જાહેરાત કરી હતી. રાજ્યના ખજાના પર 28,000 કરોડ રૂપિયાનો બોજ પડ્યો હતો.રેડ્ડીએ નિવેદનમાં કહ્યું, સરકારે ખેડૂતોના કલ્યાણ માટે દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે.
ગત સરકારે દસ વર્ષ સુધી ખેડૂતોને કરેલા પોતાના વચન પૂરા કર્યાં નથી. અમારી સરકાર રાજ્યમાં સત્તામાં આવવાના આઠ મહિનાની અંદર ખેડૂતોને કરેલા વચન પૂરા કરી રહી છે. બેઠક બાદ રેડ્ડીએ ખેડૂતોની રોકાણ સહાય યોજનાઓ 'રાયથુ ભરોસા' ની રીતને અંતિમ રૂપ આપવા માટે નાયબમુખ્યમંત્રી મલ્લૂ ભટ્ટી વિક્રમાર્કની અધ્યક્ષતામાં એક કેબિનેટ ઉપ-સમિતિની રચનાની પણ જાહેરાત કરી. તેમણે નિવેદનમાં કહ્યું કે કેબિનેટ ઉપ-સમિતિ રાજકીય દળો અને અન્ય હિતધારકોની સાથે વિચાર-વિમર્શ કરશે અને 15 જુલાઈ સુધી પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
Reporter: News Plus