વડોદરા : પ્રેરણા: ધી ઈમેન્સિપેશન ઈવન્ટનો બીજા દિવસે અલ્ફાઝ અને ડી.એ. સ્પોર્ટ્સ રાખવામાં આવેલ છે.
અલ્ફાઝ કે જેમાં દિગ્ગજ દિવ્યાંગજનો દ્વારા પોતાના જીવનના અનુભવો થી લોકો ને પ્રેરિત કરે છે, આ વર્ષે મુરલિકાંત પેટકર , સમીર કક્કડ અને સૌરભ ગઢવી પોતાના અભૂતપૂર્વ વ્યક્તિત્વ થી પ્રેરણા 2024 ની 18 વર્ષ ની વર્ષની યાત્રામાં એક અદ્ભુત કડી જોડી દીધી છે.તાજેતર માં રીલીઝ થયેલી ફિલ્મ "ચંદુ ચેમ્પિયન" જેમાં કાર્તિક આર્યન છે જે મુરાલિકાંત પેટકર ની જીવનકથા છે .વિશ્વ સ્તરે પેરા ઓલમ્પિક માં સ્વિમિંગ માં ગોલ્ડ મેડલ લાવી ભારત ના નામ નો ડંકો વગાડી તેમણે એક મિસાલ કાયમ કરી હતી. તેમણે ૧૯૭૨ના પેરાલિમ્પિક ૫૦ મીટર સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત, બોક્સિંગ, ટેબલ ટેનિસ, બરછી ફેંક (જવેલિન થ્રો) માં પોતાની પ્રતિભા દર્શાવેલ છે. આમ, તેઓ દિવ્યાંગજનો માટે એક પ્રેરણા સમાન છે.પ્રથમ આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રાપ્ત કરનાર તથા શ્રેષ્ટ ઉદ્યોગ સાહસિક નો પુરસ્કાર મેળવનાર સમીર કક્કડ લિમકા બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તથા યુનિક વર્લ્ડ માં અજોડ સ્થાન ધરાવે છે. તેઓએ લેહ લદ્દાખ માં 4,802 કિમી ની ઊંચાઈ સુધી સેલ્ફ ડ્રાઈવિંગ ની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. તેમણે નાનપણ થી ડ્રાઇવિંગ નો ખૂબ શોખ હતો. ઓગસ્ટ 2021 માં ૧૫ દેશો, ૧૦૫ શહેરો, ૧૪,૦૦૦ કિમી જેટલો રસ્તો તેઓની ઉંમરના આંકડા જેટલા દિવસમાં કાપીને પોતાના મનની અજોડ સ્થિતિસ્થાપકતા સૌની સમક્ષ પ્રદર્શિત કરી છે.
હાલ તેઓ 'ઓલ ઇન્ડિયા હેન્ડિકેપ એસોસિએશન' ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે,જે દિવ્યાંગ લોકોના હક માટે કાર્ય કરે છે અને સમુદાયને તેમના હક વિશે માર્ગદર્શન આપે.સૌરભ ગઢવી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનારા દિવ્યાંગ ઇન્ટરનેશનલ ડ્રમર છે. જે પોતાની અલગ ડ્રમીંગ સ્ટાઇલથી પ્રખ્યાત યુવા કલાકાર બન્યા છે. તેમણે માત્ર ૧૦ વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને પહેલી તક ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનમાં મળી હતી. ઉપરાંત ૨૦૧૯ માં તેમણે પ્રથમ ઇન્ટરનેશનલ ટુર કરી માન્ચેસ્ટર ખાતે પોતાના બેન્ડ સાથે પર્ફોમન્સ આપ્યુ હતું. સૌરભ ગઢવીને ગુજરાત રાજ્ય સેલ્ફ એમ્પ્લોઇડ વિભાગ દ્વારા સેલ્ફ એમ્પ્લોઇડ દિવ્યાંગ આર્ટિસ્ટ ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત, દ્રષ્ટિહીન તથા ઇન્ટેલેકચ્યુલ ડીસેબલ માટે બ્રેઈલ રાઈટિંગ, મેમરી ગેમ, ટ્રેઝર હંટ, ચિત્ર સ્પર્ધા, પઝલ, પોટ દિઝાઈનિંગ વગેરે જેવી રમતોનુ આયોજન કરવામાં આવ્યું છે.અનાથ બાળકો માટે કબડ્ડી, ખોખો, ટગ ઓફ વૉર જેવી વિવિધ રમતો રાખવામાં આવી છે.
Reporter: admin