ટીડીઓએ મોડે મોડે આખરે ગેરકાયદેસર બાંધકામ અંગે વિક્રમા -2 નાં માલિક/ડેવલપર્સ/ કબજેદારને નોટિસ આપવાની ફરજ પડી...
સીલ મારવાની કાર્યવાહી કેમ નહીં ?...
મદદગારી કરનાર ધારાસભ્ય અને કાઉન્સિલરો ઉપર પણ સંગઠને પગલાં લેવાવા જોઈએ.
પ્રદેશ સંગઠન અને શહેર સંગઠને કાઉન્સિલરોને- હોદ્દેદારોને કહી દીધું છે કે ગેરકાયદેસર બાંધકામ સામેની કાર્યવાહીમાં કોઈએ અવરોધરુપ થવું નહી...

બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં માહિર ..
ટી.પી. સ્કીમ નં ૨૩ (તાંદળજા) મા નિવૃત પોલીસ અધિકારી ના પુત્રએ વિક્રમા-૨ માં લો-રાઈઝ રહેણાંક એપાર્ટમેન્ટની વોર્ડ નં ૧૧ માંથી આપેલ રજાચિઠી વિરુદ્ધનુ તમામ એપારમેન્ટમા બાંધકામ કરેલનુ દૈનિક સમાચાર પત્ર ગુજરાતની અસ્મિતામા ઉજાગર કરેલ અને ટી.ડી.ઓ પરીમલ પટણીને ગેરકાયદેસર બાંધકામ ની સંપૂર્ણ જાણ હોવા છતા ગેરકાયદેસર બાંધકામ ને તા : ૧૪~૦૫~૨૦૨૫ના રોજ ફક્ત સાધનિક કાગળો રજુ કરવા નોટિસ આપવામાં આવેલ છે.સમય પસાર કરી રહ્યા છે. ટી.ડી.ઓ. ડે.ટી.ડી.ઓ, બાંધકામ તપાસનીસ ને ગેરકાયદેસર બાંધકામ બાબતે સંપૂર્ણ જાણ હોવા છતા ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કે પરીમલ પટણીના ચોક્કસ આર્કિટેક્ટનુ લાયસન્સ રદ કરવાની કે આર્કિટેક્ટને બ્લેક લિસ્ટ કરવામાં સમજોતા એક્સપ્રેસથી ચલાવી રહ્યા છે.
જોકે મોડે મોડે ટીડીઓ એ વિક્રમાં -2 નાં બિલ્ડરને ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપી છે.જાણવા મળ્યા મુજબ વિક્રમા~ ૨ માં કરેલ ગેરકાયદેસર બાંધકામ ને કાયદેસર કરવા પરીમલ પટણીના ચોક્કસ આર્કીટેક્ટ દ્વારા ફાઈલ ઈન્વર્ડ કરવામા આવેલ છે. તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, દ્વારા કમ્પ્લીશન અને ઓક્યુપેશન સર્ટિફિકેટ આપી અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. તેમજ પેન્ટહાઉસ ની ગેરકાયદેસર ઇમ્પેક્ટની ફાઈલ પણ મંજૂર કરેલ છતાં હાલના મ્યુનિસિપલ કમિશનર બાંધકામ પરવાનગી શાખાના ટી.ડી.ઓ પરીમલ પટણી,ડે.ટી.ડી.ઓ .બાંધકામ તપાસનીશની સામે શિક્ષાત્મક પગલા ભરવાની જરૂર છે. આવી કેટલી મંજૂરીઓ આપી છે તેની પણ તપાસ કરવી જરૂરી છે.
Reporter: admin