News Portal...

Breaking News :

દોઢ વર્ષથી ગુમ માનસિક અસ્થિર સુનૈના દેવીનું પરિવાર સાથે મિલન

2024-12-18 14:12:06
દોઢ વર્ષથી ગુમ માનસિક અસ્થિર સુનૈના દેવીનું પરિવાર સાથે મિલન


સુનૈનાદેવી ગણેશપ્રસાદ પંડિત, જેઓ ઘણા સમયથી માનસિક અસ્વસ્થતા (સ્કીઝોફ્રેનિયા)થી પીડાતા હતા. તેમજ છેલ્લા દોઢ વર્ષથી તેઓ ગુમશુદા થયા હતા.


તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં નારી સંરક્ષણ ગૃહ ભારે જહેમત ઉઠાવી હતી.મૂળ બિહારના અને હાલ પંજાબના રહેવાસી ૫૨ વર્ષીય સુનૈનાદેવી રણોલી વિસ્તારના રસ્તા પર માનસિક અસ્વસ્થ અવસ્થામાં જોવા મળ્યા હતા. ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા આ જાણ થતાં જ તાત્કાલિક એમની મદદે  આવી હતી. તેઓને સખી વન સ્ટોપના સહયોગ દ્વારા જ્વાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા. વધુ સારવાર સને સંભાળ માટે તેમને નારી સંરક્ષણ ગૃહ, વડોદરા ખાતે મોકલવામાં આવ્યા, જ્યાં તેમને માનસિક આરોગ્યની સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.


વડોદરા મેન્ટલ હેલ્થ હોસ્પિટલ દ્વારા નિયમિત સારવારથી સુનૈનાદેવીની તબિયતમાં સુધારો થવા લાગ્યો. આ સાથે તેમની ઓળખ અને પરિવારનો સંપર્ક કરવા  માટે તબક્કાવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.મહુઆર ગામના સરપંચના સહયોગથી સુનૈનાદેવીના પરિવારનો પત્તો મળ્યો. ટેલિફોનિક વાતચીત દરમિયાન સુનૈનાદેવીના પતિ ગણેશપ્રસાદ પંડિતે તેમને પંજાબમાં પોતાના ઘેર પાછા લાવવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતીસંસ્થાના અધ્યક્ષ અને વ્યવસ્થાપન સમિતિની મંજુરી બાદ તમામ કાનૂની ચકાસણી અને નિયત પ્રક્રિયાઓ પૂર્ણ કરી સુનૈના દેવીને તેમના પતિને સોંપવામાં આવ્યા હતા.આ ઘટના માનસિક સ્વાસ્થ્ય અને માનવીય સંબંધોની મહત્તાના એક ઉદાહરણ રૂપ કિસ્સો છે. નારી સંરક્ષણ ગૃહ, વડોદરાના પ્રયાસોથી, યોગ્ય સારવાર અને સહકારથી સુનૈનાદેવીનું પુનઃસ્થાપન સફળતાપૂર્વક પૂર્ણ થયું.

Reporter: admin

Related Post