News Portal...

Breaking News :

સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સમાં અચાનક વીજળી ગુલ : સાયબર અટેક હોવાની શક્યતા

2025-04-28 18:51:29
સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સમાં અચાનક વીજળી ગુલ : સાયબર અટેક  હોવાની શક્યતા



હવાઈ સેવાઓ, મેટ્રો, ફોન નેટવર્ક સંચાલન પ્રભાવિત.
પેરિસ : યુરોપના અનેક દેશોમાં અચાનક ભીષણ વીજ સંકટ પેદા થયું છે. સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સમાં અચાનક વીજળી ગુલ થઈ છે. જેના લીધે હવાઈ સેવાઓથી માંડી મેટ્રો સુધીનું સંચાલન પ્રભાવિત થયું છે. ઘણા ફોનના નેટવર્ક પણ ડાઉન તથા બંધ થયા છે. બપોરે મેડ્રિડથી માંડી લિસ્બન સુધીના વિસ્તારમાં અંધારૂ છવાઈ ગયું છે.
 આ ઈમરજન્સી પરિસ્થિતિનો ઉકેલ લાવવા આ દેશોએ પ્રોટોકોલ લાગુ કર્યા છે. આમ અચાનક વીજળી ગુલ થવાનું કારણ હજી જાણી શકાયુ નથી. પરંતુ સૂત્રો અનુસાર, સાયબર અટેક થયો હોવાની શક્યતા છે.



સ્પેનના નેશનલ ગ્રીડ ઓપરેટ રેડ એલેક્ટ્રિકાએ નિવેદન આપ્યું છે કે, આખા દેશમાં વીજ પુરવઠો ચાલુ કરવા માટે વીજ કંપનીઓ સાથે મળી અનેક પ્રયાસો કરી રહી છે. પોર્ટગુલના ગ્રીડ ઓપરેટર ઈ-રેડેસે જણાવ્યું કે, આ સંકટ યુરોપિયન પાવર ગ્રીડમાં આવેલી ખામીના કારણે આવ્યું છે. પ્રારંભિક તપાસમાં વોલ્ટેજમાં અસંતુલનના કારણે વીજ સંકટ પેદા થયું હોવાનું જાણવા મળ્યું છે. 



સ્પેન, પોર્ટુગલના શહેરોમાં મેટ્રો, બસ, ટ્રેન સેવાઓ ખોરવાઈ છે. રસ્તાઓ પર અવ્યવસ્થા સર્જાઈ છે. હોસ્પિટલ પણ હાલ જનરેટરના આશરે ચાલી રહ્યું છે. સ્પેન અને પોર્ટુગલમાં ક્યાંક વીજ પુરવઠો નથી, જ્યારે ફ્રાન્સના ઘણા શહેરોમાં પણ બત્તી ગુલ છે.

Reporter: admin

Related Post