હીરો અને કોલસો તાત્વિક રીતે કાર્બનના સંયોજનો છે.જોડિયા પૈકી એક ભાઈ કાળો અને બીજો ભાઈ ગોરો એવું છે.હીરા મુખ્યત્વે ખાણમાં થી બને છે જે પાતાળમાં થતી સંયોજન વિઘટનની રાસાયણિક પ્રક્રિયા થી કરોડો વર્ષના મંથનથી બને છે.
કુદરતી હીરાની માંગ સામે ઓછી ઉપલબ્ધિ થી વૈજ્ઞાનિકો એ કણને હાર્દમાં રાખીને આણ્વિક પ્રક્રિયાઓ થી લગભગ કુદરતી જેવો કૃત્રિમ હીરો બનાવવાની પ્રક્રિયા વિકસાવી જે લેબગ્રોન ડાયમંડ તરીકે ઓળખાય છે.આ કૃત્રિમ હીરાના ઉત્પાદનનું સુરત વૈશ્વિક કેન્દ્ર બન્યું છે અને ચીન તથા ભારતની લેબગ્રોન હીરા ઉદ્યોગમાં મોનોપોલી છે. સુરતે એક દાયકામાં અંદાજે ૫૦ હજાર કરોડથી વધુ કિંમતના કૃત્રિમ હીરાનો વ્યાપાર કર્યો છે.ભારતમાં કૃત્રિમ હીરા તૈયાર કરવા જે ટેકનોલોજી વપરાય છે તેના દ્વારા બાર દિવસમાં હીરા બની શકે છે.તેની સામે દક્ષિણ કોરિયાની એક સંશોધન સંસ્થાએ દશ થી પંદર મિનિટમાં હીરો બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય અને લગભગ અઢી કલાકમાં હીરા બની જાય એવી ઝડપી ટેકનોલોજી વિકસાવી છે.તેના હેઠળ ભારત ચીન કરતા ઝડપી અને સસ્તું કૃત્રિમ હીરા ઉત્પાદન શક્ય બનશે.આ સંશોધન ને લીધે કૃત્રિમ હીરા ઉત્પાદનમાં ભારત અને ચીનનો ઈજારો તૂટવાની અને કૃત્રિમ હીરાના ભારતીય વ્યાપારને મોટો ફટકો પડવાનું જોખમ સર્જાયું છે.
તાજેતરમાં જ આવા લેબગ્રોન હીરાના ભાવમાં ૩૭ ટકાનો ઘટાડો કરવાની ફરજ પડી હતી.હવે આ નવું જોખમ નવા વ્યવસાયિક પડકારો લાવશે.જો કે રાહતની વાત એ છે કે ભારત સરકારે કૃત્રિમ હીરાના ઉત્પાદનની પ્રક્રિયા સુધારવા સહિતની બાબતોમાં વિશેષ સંશોધનો માટે કેન્દ્રની સ્થાપના કરવા આઈ.આઈ.ટી.ચેન્નાઇ ને જંગી અનુદાન ફાળવ્યું છે.હવે આ નવી હીરા સંશોધન સંસ્થા ઝડપથી કાર્યરત કરવાની જરૂર છે.ભારતીય સંશોધકોમાં આ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયાઓ વિકસાવવા ની શક્તિ છે.તેનું સારું પરિણામ મળશે.કૃત્રિમ હીરાના વ્યવસાયિકો આ નવા પડકારને તાત્કાલિક પહોંચી વળવાના ટૂંકા ગાળાના રસ્તા શોધી કાઢશે.ત્યાં સુધી સંશોધકો પોતાનું કામ શરૂ કરી દેશે.એટલે પડકાર હળવો અવશ્ય થશે.સુચારુ ઉકેલ મળશે એવી આશા રાખીએ..
Reporter: News Plus