વડોદરા, મકરપુરા રોડ ખાતે આવેલ કબીર કોમ્પલેક્ષ સોસાયટીનાં ભાવિ ભક્ત પાર્થ પટેલ દ્વારા ઘરમાં જ છેલ્લા ૯ વર્ષ થી શ્રીજીની પ્રિય સામગ્રી જેવી કે સિંદૂર, હળદર, ઘઉં, સોપારી, ગોળ, ડ્રાઈફ્રૂટ , ગુલાલ, કંકુથી શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવે છે.
આ વર્ષે અક્ષત (ચોખા)થી ભગવાન શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમા ૧૦૦% ઇકો ફ્રેન્ડલી છે જેમાં કોઈ પણ પ્રકાર નાં કેમિકલનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ડેકોરેશન માં પણ કોઈ પણ જગ્યા એ પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. માત્ર પર્યાવરણને ધ્યાન માં રાખી ને જ ડેકોરેશન બનાવવામાં આવ્યું છે જેમાં લાકડું, પૂઠું ,કાગળ, માટી ,ઘઉં અને પાણીનો ઉપયોગ કરીને ડેકોરેશન કરવામાં આવ્યું છે.
આ ડેકોરેશન અન્નનાં મહત્વની થીમ પર આધારિત છે જેમાં માતા અન્નપૂર્ણા કે જે અન્નની દેવી છે એમના દ્વારા આશીર્વાદ રૂપી અન્ન પ્રદાન કરવામાં આવે છે જે તસવીર માં જોઈ શકાય છે. અને એજ અનાજ (ઘઉં) નાં ઢગલાંમાં ભગવાન શ્રીજીની પ્રતિમા કે જે અક્ષતથી બનાવેલ હતી એ મૂકવામાં આવી છે. એનું તાત્પર્ય એજ છે કે અન્ન માં ઈશ્વર નો વાસ હોય છે. માતા અન્નપૂર્ણા પછી કિસાન ને અન્ન નો દાતા કહેવામાં આવે છે એટલે ડેકોરેશન માં હળ વડે જમીન ખેડતો અને અન્ન પેદા કરતો કિસાન દર્શાવેલ છે. આધુનિક પદ્ધતિ વાળા ટ્રેકટર નો તેમજ ગાડાં નો પણ ઉપયોગ કિસાન દ્વારા કરવામાં આવે છે એટલે ખેતી લક્ષી સામાન વાળુ નાનકડું ગામ આ થીમ માં દર્શાવેલ છે.ડેકોરેશન થીમનો મુખ્ય ઉદ્દેશ :અન્નની દેવી માતા અન્નપૂર્ણા ની કૃપા થી અને ખેડૂત ની મહેનત થી જે અન્ન મળે છે એ અન્ન ની કદર કરવી જરૂરી છે. અન્ન નો બગાડ કરવો જોઈએ નહિ કારણકે અન્ન માં ઈશ્વર વાસ કરે છે. (અન્ન નાં ઢગલા માં ચોખા થી બનાવેલ ભગવાન ગણેશજીની પ્રતિમા એનું ઉત્તમ ઉદાહરણ છે)
Reporter: admin