News Portal...

Breaking News :

ICUમાંથી બહાર આવ્યો શ્રેયસ અય્યર સ્કેન રિપોર્ટમાં સ્પ્લીન (બરોળ)માં ઈજા

2025-10-28 09:41:37
ICUમાંથી બહાર આવ્યો શ્રેયસ અય્યર સ્કેન રિપોર્ટમાં સ્પ્લીન (બરોળ)માં ઈજા


સિડની: ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા ભારતીય બેટર શ્રેયસ ઐય્યરને લઈને મોટી અપડેટ સામે આવી છે. 


30 વર્ષીય ઐય્યરની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને તેની સ્થિતિ હવે સ્થિર જણાઈ રહી છે અને ICUથી બહાર આવી ગયો છે.  BCCI દ્વારા નિયુક્ત ટીમ ડૉક્ટર સતત 3 દિવસથી ક્રિકેટરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ ઘટના 25 ઓક્ટોબરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ ODI મેચ દરમિયાન બની હતી, જ્યારે ઐય્યરે કવર એરિયામાં એલેક્સ કેરેનો કેચ લેવાના પ્રયાસમાં ડાઇવ લગાવી હતી અને ત્યારે તેને ઈજા પહોંચી હતી. ઈજા બાદ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. BCCIએ 27 ઓક્ટોબરે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, શ્રેયસ ઐય્યરને ડાબી પાંસળીની નીચેના ભાગમાં ઈજા થઈ છે. 


વધુ તપાસ માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સ્કેનથી જાણવા મળ્યું છે કે તેની સ્પ્લીન (બરોળ) માં ઈજા થઈ છે. અહેવાલો અનુસાર, ઈજાના કારણે તેને આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) થયો હતો, પરંતુ હવે તે જોખમની બહાર છે. BCCI દ્વારા નિયુક્ત ટીમ ડૉ. રિઝવાન ખાન છેલ્લા 3 દિવસથી તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.BCCIની મેડિકલ ટીમ સિડની અને ભારતના નિષ્ણાતો સાથે સતત વાતચીત કરીને ઐય્યરની ઈજાની સ્થિતિ પર નજર રાખી રહી છે. ઐય્યરનો પરિવાર વિઝાની પ્રક્રિયા પૂરી થતાં જ મુંબઈથી સિડની રવાના થશે. હાલમાં ટીમ મેનેજમેન્ટ, તેનો પરિવાર અને પર્સનલ સ્ટાફ તેને ઉતાવળમાં ભારત પાછા બોલાવવા નથી માંગતા. એવી અપેક્ષા છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી સિડનીની હોસ્પિટલમાં જ રહેશે.ઐય્યરનું આગામી સંભવિત અસાઇનમેન્ટ 30 નવેમ્બરથી શરૂ થનારી સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI સિરીઝ છે.

Reporter: admin

Related Post