કાકીનાડા: મોનથા વાવાઝોડા હવે અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે ટકરાઇ શકે છે. લેન્ડફોલ સમયે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી છે.

IMDની આગાહી અનુસાર સાંજ અથવા રાત સુધીમાં વાવાઝોડું કાકીનાડા, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી શેક છે. લેન્ડફોલ સમયે 90થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ આંધ્ર પ્રદેશથી લઈને ઓડિશા સુધી અતિભારે વરસાદ વરસી શકે છે. નીચાણવાળા વિસ્તારના લોકોને ઍલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાની અસરના કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ અનેક જિલ્લામાં શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈ, ચેંગલપટ્ટુ, કડલૂર સહિતના જિલ્લામાં પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી છે.
વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશના વિવિધ એરપોર્ટ પર ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. જેથી હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને એરપોર્ટ માટે નીકળતા પહેલા વેબસાઈટ પર અપડેટ જોવા વિવિધ એરલાઇન્સ કંપનીએ સલાહ આપી છે. આ સોવાય દક્ષિણ મધ્ય રેલવેએ અનેક ટ્રેનો પણ રદ કરી છે. વાવાઝોડાને જોતાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ 24 કલાક સતત નજર રાખી રહ્યા છે. તૈયારીઓ પર નજર રાખવા માટે વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
Reporter: admin







